Jump to content

User:Thangadhdhartiparnusvarg

From Wikipedia, the free encyclopedia

www.thangadh.com http://thangadhdhartiparnusvarg.blogspot.in/ આપડે વાત કરી શું થાનગઢ ના વાસુકી મંદિર ની... ખડ, પાણી ને ખાખરો, પાણાનો નહી પાર. વગર દિવે વાળુ કરે, એ જગ જુનો પંચાળ.’’ ઝાલાવાડ ના સવાસો ચોરસ માઈલ ના કંદોરા ને “પાંચાળ” કહેવામાં આવે છે અને પાંચાળનાં કેન્દ્ર તરીકે ‘થાન‘ રહ્યું છે. થાનએ પ્રાચીન સ્થળ હોવા છતાં એના મૂળ નામ અને પ્રાચીન ઉલ્લેખો માત્ર “સ્કંદ પુરણ“ માં જોવા મળે છે. તેમાં થાન ને “સ્થાન” તરીકે ઓળખવામાં આવ્યું હતું. પરંતુ ધીમે ધીમે “સ્થાન” ને લોકભાષા અભ્ર શબ્દના કારણે ગામ નું નામ “થાન” તરીકે જાણીતું બન્યું. નાગપૂજામાં ઝાલાવાડમાં થાન, બાંડિયા બેલી, તલસાણીયા, અને ચરમાળીયા ના સ્થાનકો સુપ્રસિદ્ધ છે. જ્યાં સરોવર, સરિતા, અને ડુંગરો જોવા મળે છે ત્યાં જોગી, જતિઓ, અને સાધુ-સંતોના બેસણા નજરે ચડે છે. તેવીજ રીતે થાન ગામ ના મધ્ય માં તળાવ ના કિનારે (કાંઠે) પૂર્વાભિમુખ વાસુકી નાગ દેવતા નું મંદિર આવેલું છે. સમગ્ર મંદિર પર કુદરતી ઘુમ્મટ ની જેમ ‘રાયણ’ નું એક ઘટાદાર વ્રુક્ષ છવાયેલું છે. આ મંદિર માથે નાગ અંકિત ધજા ફડાકા દે છે. ઝાલાઓના રાજમાં થાન લખતર તાબે હતું. લખતરના રાજવી ‘અભેરાજ્જી’ એક વખત લખતરથી વાંકાનેર જતા માર્ગમાં થાનની સીમમાં પડાવ નાખ્યો હતો. થાન પર તે સમયે મડિયાઓનું શાસન હતું. લોકોકિત પ્રમાણે રાજા અભેરાજ્જીને વાસુકી સ્વપ્નમાં આવ્યા હતા. ત્યાર બાદ ઝાલાઓ અને મડિયાઓ વચ્ચે યુધ્ધ થયું. તેમાં રાજા અભેરાજ્જીનો વિજય થયો અને પોતાના સ્વપ્નની પરિપૂર્તિ માટે ત્રણસો વર્ષ પહેલા તેમણે વાસુકીનું થાન ખાતે મંદિર બંધાવ્યું હતું. જે આજે પણ ગામમાં હયાત છે. રાજા અભેરાજ્જીએ મંદિર બંધાવતા વાસુકી મંદિરને રાજ ની પ્રતિષ્ઠા મળી. તે સમયે થાન લખતરના તાબે હતું પરંતુ થાનની ગાદી પર વાસુકી દેવની સ્થાપના થતાં સમગ્ર ચોવીસીમાં તેના નામથી વહીવટ ચાલતો થયો. ત્યારે પણ લખતરથી રાજવી થાન આવતા ત્યારે પ્રથમ થાન ખાતે વાસુકી મંદિરે દર્શન કર્યા પછી જ દરબાર ગઢમાં પ્રવેશતા તેવી પ્રણાલી હતી. ત્યારથી વાસુકી દાદા થાનના ગ્રામદેવતા તરીકે ઓળખાય છે. મંદિરની પાછળ આવેલી વાવ ‘વાસુકી વાવ’ તરીકે જાણીતી છે. ઈશ્વરની ત્રિગુણાત્મક ચેતન શક્તિ સમી ત્રણ ફેણ વાળી નાગદેવતાની મૂર્તિ મંદિરની મુખ્ય પ્રતિમા છે. મહંત શ્રી મહાદેવ ગીરીજીના પ્રયાસોથી શ્રી ચન્દ્રમોલીશ્વર મહાદેવ, શ્રી અંબાજી, શ્રી હનુમાનજી, અને શ્રી વિશ્વકર્માના દહેરા મંદિરના પટાગણમાં ઉભા છે. શીતળા માતાનું પણ અલગ મંદિર છે. તળાવને કાંઠે પૂર્વ દિશામાં મંદિરના મહંતોની સમાધીઓ છે. ઉતર દિશાએ આદિ મહંત સુખદેવ ગીરીજીની સમાધી છે. જે આજે પણ પુજાય છે. ગામમાં કોઈ પણ શુભ પ્રસંગો વાસુકીદાદાને યાદ કર્યા પછી થાય છે. ગામમાં ક્યાય કથા, પારાયણ, રામકથા જેવા ધાર્મિક પ્રસંગોનો આરંભ તથા અંત મંદિરે થાય છે. નાગ પંચમીના દિવસે માનવ મહેરામણ મંદિરે દર્શન કરવા ઉમટે છે. દેવોનું સ્થાન લોક હૃદય માં પડ્યું હોય છે. જો દેવોનું દેવત – દેવસ્થાન લોક હૃદય માં સ્થાનન પામે તો પુજારી અને દેવ એમ બેજ બાકી રહે. થાનની પ્રજાના હૃદયમાં વાસુકી મંદિર પ્રત્યે વિશ્વાસ અને શ્રધ્ધા–આદર હોવાના કારણે એ ગ્રામદેવતા બન્યા છે. આ મંદિર માં ગરીબ અને અમીર એવા કશાય પ્રકાર ના ભેદભાવ વગર ગ્રામ દેવ વાસુકીદાદાના દર્શન કરીને ધન્યતા અનુભવે છે. સાથે સાથે અહિયા ધર્મની વિભીન્નતા પણ જોવા નથી મળતી કારણ કે અહી હિન્દુ, મુસ્લિમ, જૈન, વગેરે ધર્મના લોકો દર્શન નો લાભ લે છે. અને વળી ગામના દરેક લોકો , મંદિરના કોઈ પણ પ્રસંગને પોતાનો માનીને પોતાની અનુકુળતા મુજબ સેવા આપી સાથ સહકાર પુરો પડે છે. પ્રાચીન એવી ઉજ્જવળ પરંપરાના પ્રતિનિધિ મહંતશ્રી મહાદેવ ગીરીજીના પુત્ર મહંત શ્રી રાજેન્દ્ર ગીરીજી તથા મહંત શ્રી ભરતગીરીજી આ મંદિરના વિકાસ માટે નવા – નવા કાર્યો કરતા રહે છે, જેમાં તેમને ગ્રામજનોનો પુરો સહકાર મળી રહે છે. હાલના સમયમાં આ મહંત શ્રી મંદિર માં પૂજા –આરતી કરે છે.