Jump to content

Ravat: Difference between revisions

From Wikipedia, the free encyclopedia
Content deleted Content added
Tag: non-English content
Undid revision 650390475 by Vipulkumar550001 (talk)
Line 38: Line 38:
== References ==
== References ==
{{reflist}}
{{reflist}}
રાવત જ્ઞાતિનો સંપૂર્ણ ઇતિહાસ
“ક્ષત્રિયરાવત સમાજ નો સંપૂર્ણ ઇતિહાસ” ની શરુઆતમાં આપણા બ્રહ્મક્ષત્રિય રાવત સમાજની ઓળખ, ગૌત્ર, કુળદેવી, તથા વંશજની સચોટ પરીપૂર્ણ માહિતી ના આધારે રજુ કરૂં છું. જે આપણને તથા આપણી આવનારી પેઢી માટે આવકાર્ય રહેશે.


આપણી મૂળ જ્ઞાતિ : બ્રહ્મક્ષત્રિય રાવત-રાજપુત

મુળ-ગામી વતન(ઊદ્બભવ સ્થાન) : અખિલ ભારતના હાલના રાજસ્થાનનો અજમેર
નજીકના બુંદી, કોટા,
કમલીઘાટ, ઉમરી તથા તેની આસ-પાસનો પ્રદેશ

ગૌત્ર : પાંડવાવંશી

ગૌત્ર દેવી : શ્રી બ્રહ્માણી માતાજી,

પહેરવેશ : મસ્તકે સાફો, રજવાડી પહેરણ, અને કેડે ભેટ-બંધ ખેસ,
મોજડી,

રહેણી કરણી : માથે શીખા (ચોટલી), જનોઇ ધારણ કરતાં, હાથમાં
તલવાર અને કેડે કટારી ફરજીયાત રાખતાં.
કાર્યક્ષેત્ર (મુળ વ્યવસાય) : રાજ્યના રખેવાળ, સૈન્યનાં સુબા/સુબેદાર, સૈન્ય
કારભારી અને વળાવીયા ચોકીયાત તરીકે,
(મુળ ગુજરાતને અનુલક્ષીને)



ક્ષત્રિય-રાવત (મુળ રાજપુત) જ્ઞાતિનો સંપૂર્ણ ઇતિહાસ
રાવત મિત્રો, આપણા ક્ષત્રિય રાવત સમાજનાં મુળ પાયામાં ઇ.સ. ૯૦૦ પુર્વેનાં સમયમાં બનેલ ઘટનાઓનો ઘણો જ મહત્વનો ફાળો રહેલો છે. જે આપણે વિગતવાર જોઇએ. ઇતિહાસમાં નજરા કરતાં સદીઓ પહેલાં ઇ.સ. ૯૦૦ પુર્વે ચૌહાણ વંશનાં ૧૩મી પેઢીમાં વાક્પતિરાજ નામે રાજા થઇ ગયાં. તે સાંભર રાજ્યના શાસક હતાં. તેમને સિંઘરાજ, વત્સરાજ, અને લક્ષમણ એમ ત્રણ પુત્રો હતાં. રાજા વાક્પતિરાજનાં મૃત્યુ બાદ રાજ્યનું ત્રણ ભાગમાં વિભાજન કરવામાં આવ્યું. તેમાં નાના શહેર રાજા વાક્પતિરાજનાં સૌથી નાના રાજકુમાર લક્ષ્મણને આપવામાં આવ્યા. પણ, રાજકુમાર લક્ષ્મણ બહાદુર રાજપુત હોવાથી પોતાનાં ભાગમાં આવેલ નાના શહેરને પોતાની ગરિમા અને ગૌરવ વિરુદ્ધ ગણાવી સાંભર રાજ્ય છોડી ગયાં. અને તે સમયનાં રાજા સામંતસિંહ રાજવી (નાદોલ પ્રદેશના શાસક)ના મંત્રી બન્યા. સામંતસિંહનાં મૃત્યુ બાદ બહાદુર રાજપુતવંશી એવા લક્ષમણસિંહે નાંદોલમાં પોતાનું સામ્રાજ્ય સ્થાપિત કર્યુ.
ઇ.સ. ૯૯૮ ની સાલ દરમ્યાન રાવ લક્ષમણને અનહલરાવ, અનુપરાવ, અસલરાવ, શોભિતરાજ, વિગ્રહપાલ, અને અજીતસિંહ એમ કુલ છ પુત્રો હોવાનાં ઐતિહાસિક પુરાવાઓ મુજુદ છે. અનહલરાવ અને અનુપરાવ બન્ને ભાઇઓએ યુદ્ધ કરી ચાંગ અને ચેત્તા ગામોનાં શાસક એવા ચંદેલ ગુર્જરને હરાવી ધીમે-ધીમે સમગ્ર મારવાડ પ્રદેશમાં પોતાનું સામ્રાજ્ય બનાવ્યુ. જે પાછળથી “રાજ-સામંત” નાં રાજ્ય તરીકે ઓળખાયું. બાદમાં બન્ને ભાઇઓનાં પણ વિભાજન થતાં “તોંગી-નારવર પ્રદેશ અનહલરાવને” ભાગે આવ્યું અને તેનાં વંશજો “બરાડ રાવત” તરીકે ઓળખાયાં. તથા “તોંગી-મરજીવા પ્રદેશ અનુપરાવને” ભાગે આવ્યો અને પાછળથી તેનાં વંશજો “ચેત્તા રાવત” તરીકે ઓળખાયાં.
વખત જતાં ઇ.સ. ૧૧૦૦ પુર્વે રાવત રાજપૂતોનો અજમેર, વલ્લભગઢ, ફરીદાબાદ, પલવાલ, રાજ-સામંત, ભિલવારા, ચિત્તોડગઢ અને રાજસ્થાનના પાલી જિલ્લામાં રહેતો વિશાળ સમુદાય હતો. અને રાવત રાજપૂતો મુળ ચૌહાણ વંશજો હોવાનું માનવામાં આવે છે. ચૌહાણ કુળમાં પણ પાનવર, ભાટી, સીસોદિયા, રાવત, વગેરે અલગ રાજપૂત અટક હતી. અને હાલમાં પણ છે.
ઇ.સ. ૧૧૦૯ પુર્વે મુગલોનાં આગમનથી ચૌહાણ સામ્રાજ્યનું પતન થયું. અને પૃથ્વિરાજ ત્રીજાનો ભાઇ “હરીરાજ રાવત” ને રાવત સમાજનાં સીધા વંશજ તરીકે માનવામાં આવે છે. એવું કહેવાય છે કે, તે સમયનાં વહીવંચા-બારોટ અને ચારણ સમાજનાં લેખો અને કાવ્યોમાં આ બાબતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચૌહાણ સામ્રાજ્યનાં પતન બાદ હરીરાજ તેના અનુયાયી વંશજો સાથે રજસ્થાનનાં ડુંગરાળ અને ગાઢ જંગલોમાં વસવાટ કરતાં હતાં. અને તેઓ અજમેરનાં ચૌહાણ વંશજ નાં “રાજ-સામંત રાવત” તરીકે ઓળખાતાં હતાં. અને તે સમયનાં પાલીનાં ચૌહાણ રાજપુતો નાદોલ શાખનાં “રાવ લખનસિંહનાં વંશજો” તરીકે ઓળખાતાં હતાં. આમ ઇ.સ. ૧૧૦૯ પુર્વેનો ચોહાણ વંશનો ઇતિહાસ જોતાં રાવત સમાજ ખુબજ જુનો અને ઉચ્ચ ક્ષત્રિયકુળનો હોવાનાં આધારભુત પુરાવાઓ ભારત વર્ષનાં ઇતિહાસિક રેકોર્ડમાં ઉપલબ્ધ છે.
જ્યારે પણ ચૌહાણ રાજપુતો કે અન્ય ક્ષત્રિય જ્ઞાતિઓ મુગલ સામ્રાજ્ય કે અન્ય કોમ સાથે યુદ્ધ કરતી ત્યારે તે સમયે (હાલનાં રાજસ્થાન અજમેર)નાં ડુંગરાળ અને જંગલ પ્રદેશમાં વસવાટ કરતાં પૃથ્વિરાજ ત્રીજાનો ભાઇ “હરીરાજનાં વંશજો” ને યુદ્ધમાં લડાયક કોમનાં યોદ્ધાઓ, સૈનિકો અને અશ્વરોહીઓ તરીકે બોલાવવામાં આવતાં હતાં. અને તેઓ (રાજ- સામંત રાવતો) ઘણાં લાંબા સમય સુધી ચૌહાણ રાજપુતો સાથે જોડાયેલાં રહ્યા હતાં.
ક્ષત્રિય-રાવત સમાજનાં અંગ્રેજ શાસન દરમ્યાનનાં ઐતિહાસિક પુરાવા રૂપે
અંગ્રેજ શાસનકાળ દરમ્યાન “કર્નલ ટોડનાં પ્રવાસ” ના વર્ણન નોંધ મુજબ રાજસ્થાનનાં દરેક જ્ઞાતિ-વર્ણ નાં લોકોનું વર્ણન છે. કર્નલ ટોડનાં “પ્રવાસ વર્ણન” નાં અધ્યાય ૧૩ અને ૧૪ મુજબ ગુમાનસિંહ રાવત “હાંડા-સામંત” દુર્જનસાલ કોટાનાં રાજવી તરીકેનો વિગતવાર ઉલ્લેખ કરેલ છે. એ સમયમાં જ્યારે જયપુરનાં અધિપતિ ઇશ્વરસિંહે કોટા પર આક્રમણ કર્યુ ત્યારે ગુમાનસિંહ રાવતે તેમનાં સાથી રજવીઓ સાથે માળી કોટાનું રક્ષણ કરવાની ઉદેપુરના રાણા પાસે આજ્ઞા માંગી હતી. તે સમયે કોટા ચારેય તરફથી ઘેરાયેલું હતું. તે સમયનું ખેરાટ-ખંડાટ રણ થંભોર નજીક હતું. ત્યાંથી ગુમાનસિંહ રાવત પોતાના “હાંડા-સામંત” નાં રાવત-રક્ષકોનાં અશ્વરોહકો અને ઉંટરોહકો સૈન્ય લઇ પોતાના રાજાની રક્ષા માટે યુદ્ધ મેદાને ચડ્યાં હતાં. ગુમાનસિંહ રાવતે પોતાની સાથે રાજપુત અને રાઠોડ સમાજનાં રજવાડાંઓનાં રાજવીઓને પણ યુદ્ધમાં પોતાની સાથે સામેલ રાખીને કોટાનું રક્ષણ કર્યુ હતું. કહેવાય છે કે, એ વખતે વીસ હજાર (૨૦,૦૦૦) હાંડા સામંતોને સાથે લઇ ગુમાનસિંહ રાવત હાંડા સોઢાની સાંગ રોપીને (પોતાની કોમનાં માનરૂપ મહાકાર્ય કરીને) હ્જારો રાવત સૈનિકોની ખુવારી વ્હોરી હતી. જે ઘાટ પર આપણા શૂરવીર રાવત સૈનિકોએ શહાદત વ્હોરી હતી, તે ઘાટને (રાવત ઘાટ) તરીકેના બિરુદ હેઠળ કર્નલ ટોડનાં ઇતિહાસમાં દર્શાવાયું છે. જે આપણી રાવત સમાજ માટે એક ગર્વ લેવા જેવી ઐતિહાસિક ઘટના છે.
કેટલાક ઇતિહાસકારો પાસેનાં રાવત-રાજપૂતો ઉપર આધારિત લેખો અનુસાર અજમેરનાં ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં રહેતાં રાજ-સામંત હરીરાજ ચૌહાણ ની ૨૨મી પેઢી બાદ પણ સમગ્ર ચૌહાણવંશ એક જુથ હતો. પરંતું, એ સમયનાં સામાજીક, રાજકિય, ભુ-રાજકિય અને એકજ જ્ઞાતિવંશનાં પરિવાર ગણાતાં સમાજમાં લગ્ન ન કરવા જેવી સામાજીક મર્યાદાઓને ધ્યાને લઇ “રાવ લાખનસિંહનાં વંશજોને ચૌહાણ તરીકે” અને “રાજ-સામંત હરીરાજનાં વંશજોને રાવત તરીકે” સર્વ સંમતિથી સમજુતી કરી રાજપુત જ્ઞાતિવંશની બે ઉપ-સમુહ જ્ઞાતિઓ “ચૌહાણ અને રાવત” ની રચના કરી. અને એમની વચ્ચે વૈવાહિક સંબંધોનાં જોડાણની મંજૂરી આપવાનું નક્કી કરવામાં આવ્યુ હતું. અને ત્યારબાદ આ સમજુતીનાં ભાગરૂપે અસ્તિત્વમાં આવેલી રાજપુત સામાજની “ચૌહાણ અને રાવત” જ્ઞાતિ વચ્ચેનાં સૌપ્રથમ લગ્ન સંબંધી ભાગરુપે ચૌહાણ કુળનાં “ રાવકરણસિંહની પુત્રી” અને રાવત કુળનાં “રાવત ભિમસિંહના પુત્ર” વચ્ચે સૌ પ્રથમ લગ્ન કરવામાં આવ્યા હતાં.
આમ, ભારત વર્ષનાં ઐતિહાસિક ભાગરુપે સૌપ્રથમવાર કાયદેસર રીતે સર્વે રાજપુત જ્ઞાતિજનોની સંમતિથી રાજપુત જ્ઞાતિનું વિભાજન કરતાં ઇ.સ. ૧૧૦૯ માં આપણી “રાવત જ્ઞાતિ” અસ્તિત્વમાં આવી.
“રાવત” શબ્દનો અર્થ
“રાવત” શબ્દ શીર્ષક તે સમયનાં “ઉદયપુરનાં રાણા” દ્વારા આપવામાં આવ્યું હતું. રા-એટલે “રાણા દ્વારા પસંદગી પામેલ અને વત-એટલે “યુદ્ધ દરમ્યાન વધારાની બહાદુરી બતાવનાર” એ ન્યાયે ઉદયપુરનાં રાણાએ હરીરાજ અને તેના વંશજોને “રાવત” એવું જ્ઞાતિસુચક ઉપનામ આપ્યુ હતું.

રાવત સમાજ ભારતની દ્રષ્ટીએ
રાવત રાજપૂતો ના ગામો ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ ની તેહરી ગઢવાલ અને પૌરી ગઢવાલ જીલ્લામાં જોવા મળે છે અને કેટલાક ગામો મધ્ય પ્રદેશ ના શિવપુરી અને દાતિયા જિલ્લામાં જોવા મળે છે. મધ્ય યુગ દરમિયાન રાવત રાજપૂતોના ભારતીય મેદાનો( અલગ-અલગ પ્રદેશો) મહારાસ્ટ્ર, છ્ત્તીસગઢ, આસામ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, અને દિલ્હીમાં સ્થળાંતર થયા હોવાનું પણ માનવામાં આવે છે.

રાવત સમાજ ગુજરાતની (રાજ્ય) દ્રષ્ટીએ
અખીલ ભારત વર્ષનાં તમામ નાના-મોટા રાજ્યોમાં ક્ષત્રિય રાવત-રાજપુત સમાજનાં લોકો વસવાટ કરે છે. ગુજરાત સીવાયનાં અન્ય તમામ રાજ્યોનાં રાવતવંશી ક્ષત્રિયો માથે શીખા(ચોટલી) અને જનોઇ ધારણ કરે છે. પરંતું, આપણા આ ગરવી ગુજરાતનો સેનવા(મુળ રાવતવંશી)સમાજ ક્ષત્રિયનંદન હોવા છતાં, સમાજનાં ઇતિહાસ વિશેની અજ્ઞાનતાને કારણે અપભ્રંશી એવા સેનવા/સેનમા શબ્દને વળગી મુળ “ક્ષત્રિય રાવત” જેવી આપણી ગૌરવવંતી મુળ ઓળખને આપણી અને આપણાં પુર્વજોની જ્ઞાતિ વિષયક અજ્ઞાનતાને કારણે ઇતિહાસનાં હાંસીયામાં ધેકેલી દીધી છે. અને આજે આપણે આપણી મુળ “ક્ષત્રિય રાવત” ઓળખથી વંચિત રહી ગયાં છીએ. જે અત્યંત ક્ષોભનિય બાબત છે. આથી ગુજરાતમાં હાલનાં કહેવાતા સેનવા અને સેનમા (મુળ રાવતવંશી) સમાજને એક જુથ થઇ. આપણી મુળ બ્રહ્મક્ષત્રિય રાજપુત એવી “રાવત સમાજ” તરીકેની ઓળખ મેળવવાની અવશ્યક્તા છે.
શ્રી ક્ષત્રિય રાવત-રાજપુત સમાજ, માથે શીખા (ચોટલી), માથે સાફો અને રજવાડી પહેરવેશ ધારણ કરનારા, પાંડવાવંશી ગૌત્ર અને ગૌત્રદેવી બ્રહ્માણી માતા છે. આપણા ક્ષત્રિયનંદન એવા રાવતવંશી સમાજનાં મુળ-કુળદેવી શ્રી સુંધા (ચમુંડા) માતાજી (રાજસ્થાન) છે.

ગુજરાતમાં ઐતિહાસિક દ્રષ્ટીએ રાવત સમાજ
ઇતિહાસમાં ડોકિયું કરીએ તો આપણી બ્રહ્મક્ષત્રિય રાવત સમાજના પુર્વજો ક્ષત્રિયનંદન હોવાના નાતે જે-તે રાજ્ય કે પ્રદેશમાં રહેતાં ત્યાં તેઓ રજવાડાનાં રાજા તરીકે રાજ કરવાથી માંડીને, રાજ્ય કે પ્રદેશનાં કારભારી, સૈન્યનાં સુબેદાર તરીકે, અને રાજા કે સુબાઓની રાણી/પટરાણીની પાલખીનાં વળાવીયા ચોકીયાત તરીકેની સરંક્ષણ સેવાકાર્યો સાથે કાર્યરત રહેતાં હતા. તેમની રોજીંદી કામગીરી ને ધ્યાને લઇ ઓચીંતી લડાયક પરિસ્થિતિને પહોંચી વળવા આપણા શુરવીર રાવત સમાજનાં વંશજો હંમેશા પોતાની સાથે કમ્મરમાં કટાર અને તલવાર હાથવગી રાખતાં. આ આપણી રાવત સમાજની ખમીરવંતી સંસ્કૃતિની એક વિશિષ્ટ અને આગવી ઓળખ હતી. જે બાબત ખાસ નોંધનીય છે.
મિત્રો, આપણા રાવત સમાજનું મુળ ઉદ્ભભવ સ્થાન (આપણી મુળ જન્મભુમી) એટલે હાલનું આપણું રંગીલું રાજસ્થાન... હાલનાં રાજસ્થાન રાજ્યના અજમેર શહેરની બાજુમાં આવેલ બુંદી ગામ તથા કોટા ગામમાં આજે પણ રાવત સમાજનો ખુબ મોટો સમુદાય વસવાટ કરે છે. એટલું જ નહીં પરંતું, કામલીઘાટ, ઉમરી અને એવાતો રાજસ્થાનના કેટ-કેટલાય નાના-મોટા ગામડાઓ અને શહેરોમાં આપણા રાવત સમાજના લોકો ખુબ મોટી સંખ્યામાં વસવાટ કરે છે. અને ભુતકાળમાં પણ કરતાં હતાં. આ બાબત પરથી સ્પષ્ટ થાય છે કે, ભુતકાળમાં પણ આપણો ક્ષત્રિય-રાવત સમાજ અસ્તિત્વમાં હતો, આજે પણ છે અને રહેશે.
રાવત સમાજનાં રાવત રણસિંહનો ઇતિહાસ
બીજી એક લોકવાયકા અને રાવત સમાજનાં વહીવંચા બારોટનાં આધારે ગુજરાતનાં રાવત સમાજનો એક ઇતિહાસ એ વખતનાં ઢેલડીનગર (હાલનું મોરબી શહેર, ગુજરાત) તરફ લઇ જાય છે. આધારભુત તથ્યો દ્વારા એવું કહેવાય છે કે, “રાવત રણસિંહ” પણ “હાંડા સામંત” નાં રાવત રાજવી હતાં. તેઓ અચલગઢ બાજુ (હાલનો આબુ વિસ્તાર) તરાવલી અને શિરોહીની બાજુનાં ગઢનાં રાજવી હતાં. મરુસ્થલ દેશ (હાલનો મારવાડ પ્રદેશ) મુગલ સામ્રાજ્યનાં તાબા હેઠળ આવતાં રાવત રણસિંહ પોતાના વિશાળ સૈન્ય, ઘોડેસવારો, અને તમામ જાન-માલ સાથે ઢેલડીનગર કે જે આજે મોરબી શહેર તરીકે જાણીતું છે ત્યાં પોતાનું રાજ્ય સ્થાપવાની યોજના બનાવી. ઢેલડીનગરની પ્રાકૃતિક સુંદરતા જોઇને રાવત રણસિંહે ત્યાં જ પોતાના રાજ્યની સ્થાપના કરી વસવાટ શરૂ કર્યો.
એક દિવસ રાવત રણસિંહના પ્રધાને તેમના કાને વાત નાંખી કે, “મહારાજા આપણા રાજ્યનાં કોટવાળની પત્ની ખુબ રૂપાળા છે. રૂપ-રૂપનો અંબાર છે. આ વાત સાંભળી રાવત રણસિંહ અને પ્રધાન ઘોડેસવાર થઇ નગરમાં નિકળે છે. ત્યાંજ સરોવર માંથી પાણી ભરેલી હેલ માથે મુકી ખીમળીયા કોટવાળની પત્નિ દાળલ સામેથી આવે છે. દાળલને જોતાંવેંત જ રાવત રણસિંહ મોહિત થઇ જાય છે. રાવત રણસિંહે ઘોડો ઉભો રાખ્યો. અને રસ્તા વચ્ચે ઉભા રહી દાળલને અટકાવીને કહ્યું કે, “આટલું બધું રૂપ રસ્તે નહીં પણ મારા રાજમહેલમાં શોભે...” દાળલે જવાબ આપ્યો “અમે તો તમારી રૈયત કહેવાઇએ, અને તમે તો અમારા પાલનહાર એટલે અમારા પિતા ગણાઓ.” અવા શબ્દો સાંભળી રાવત રણસિંહ ગુસ્સે ભરાયા. અને રાજા ખભાનો ખેસ પવનથી ઉડીને દાળલને અડયો. ખેસ અડતાંની સાથે જ દાળલનાં માથે પાણી ભરેલ હેલ હવામાં સવા વેંત ઉંચી થઇ ગઇ. આ જોઇ રાવત રણસીંહ અચંબામાં પડ્યો. હકીકતમાં દાળલ એક સતી સ્ત્રી હતી. અને પરપુરુષ (રાવત રણસિંહ)ની કુચેષ્ટાથી વટલાઇ(અભડાઇ) હતી. ગુસ્સે ભરાયેલ સતી દાળલે રાવત રણસિંહને શ્રાપ આપ્યો કે. “જા તેં જેવો મારો ભવ વટલાયો, તેવું તારું કુળ વટલાશે.” દાળલ ઘરે આવ્યા. તેમના પતિ ખીમળીયા કોટવાળને વિગતે વાત કરી અને કહ્યું કે, “કોટવાળ, સમસ્ત પંથકમાં વાયક મોકલાવો. અને સમાધી ખોદાવો. મારે સમાધી લેવી છે.”
કહેવાય છે કે, ખિમળીયા કોટવાળે મોકલાવેલા વાયકમાં કુંભો-રાણો, ગુરુ ઉગમશી, રામદેવપીર, રૂપાદે-માલદે, જેસલ-તોરલ, સંત અજેપાલ ભરવાડ, સંતનાથ (બુરીયા બાવો), વગેરે ઢેલડીનગર આવી પહોંચ્યા. સતી દાળલનાં શાપથી રાવત રણસિંહને શરીરે કોઢ નિક્ળ્યા હતાં. આથી રાવત રણસિંહ અને તેમના પત્નિ રાણી કમળાદેવી રામદેવપીરને પગે પડ્યા અને રામદેવજીને વિનંતિ કરી કે, “દાળલની સમાધી અટકાવો. અમે ખીમળીયા કોટવાળને અમારા ગુરુ માની રાજપાટ અને વૈભવનો ત્યાગ કરી બાકીનું જીવન ગુરુભક્તિમાં ગુજારીશું.” આમ, જ્યારે રાવત રણસિંહે ખીમળીયા કોટવાળ જેવા નીચલી જાતિનાં ગુરુ અપનાવ્યાનાં સમાચાર પંથકમાં ફેલાયાં, રાવત સમાજમાં હાહાકાર મચી ગયો.
આ વાત વાયુવેગે પ્રસરી ગઇ, અને તે વખતના રાજપુત સમાજના લોકોએ રાવત રણસિંહનો બહિષ્કાર કર્યો. આથી રાવત રણસિંહ પોતાના કુંટુંબ કબીલા અને કાફલાં સહીત ઢેલડીનગર છોડીને ભગત બન્યા. તેમના કાફલાંનાં લોકો વેર વિખેર થઇને જુદી જુદી જ્ઞાતિની અટકો ધારણ કરીને ગુજરાતનાં રહેવાં લાગ્યાં. સમાજ અને લોકો દ્વારા બહિષ્કૃત હોવાને કારણે ગામની સીમમાં વસવાટ કરવાં લાગ્યાં અને જે કંઇપણ કામ ધંધો કે રોજગાર મળે એ કરી પોતાનું સીમવાસી જીવન ગુજારવા લાગ્યાં.
આમ, પોતે મુળ (રાવતવંશી) ઉચ્ચકુળનાં હોવા છતાં, તેઓની નવી ઓળખ “સીમના” અસ્તિત્વમાં આવી. સમયની સાથે આજ “સીમના” શબ્દ અપભ્રંશ થતાં સીનમા, ચેનમા, સેનવા, સેનમા, સેંધમા, સેંધવા, જેવા નવા જ્ઞાતિનામો સાથે ઓળખાયાં. એવા જ્ઞાતિનામો કે ઇતિહાસનાં ચોપડે ગુજરાત તો શું પણ સમગ્ર ભારત વર્ષમાં
આવી કોઇ જ્ઞાતિઓનું અસ્તિત્વ જ નથી. તે સમયનાં રાવત સમાજનાં લોકોએ રાવત રણસિંહનાં કહેવાથી તેમની આજ્ઞાનું પાલના કરતાં પોતાની મુળ ઓળખ ગુપ્ત રાખી અને તે વખતનાં આપણાં રાવત પુર્વજો ગુજરાતનાં રજવાડાં, દરબારો, ઠાકોરો અને અન્ય જ્ઞાતિના આશ્રીતો બન્યાં. આમ, અલગ અલગ કોમનાં આશ્રીત હોવાથી જે-તે સમાજનાં દરેક નાના-નાના કામો કરતાં થયાં.
ગુજરાતનાં સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, દ્વારકા, અમદાવાદ, સૌરાષ્ટ્ર, સહીત ઘણા વિસ્તારોમાં આજે પણ “મુળ ક્ષત્રિય એવો રાવતવંશી સમાજ” પુર્વજોએ ગુપ્ત રાખેલી પોતાની સાચી “રાવત તરીકેની મુળ ઓળખ” ભુલી અપભ્રંશી શબ્દ “સેનવા અને સેનમા” જેવા જ્ઞાતિ નામની ઓળખ સાથે વસવાટ કરે છે.
રાવત સમાજનાં બારોટ(વહીવંચા)ની ઐતિહાસિક કામગીરી
સમયની સાથે ઘણા લોકો રાજસ્થાનની ભૂમિ છોડી ગુજરાત, સૌરાષ્ટ્ર , મહારાષ્ટ્ર, છ્ત્તીસગઢ, આસામ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, અને દિલ્હી જેવા રાજ્યોમાં ધંધાર્થે નિકળેલાં હતાં. જેનાં નક્કર પુરાવા સ્વરુપ હાલનાં ગુજરાતમાં વસતાં બ્રહ્મક્ષત્રિય રાવત સમાજનાં ભાટ ચારણ( વહીવંચા) બારોટ રાજસ્થાનથી વર્ષો વર્ષથી ગુજરાત પ્રદેશ (હાલનું ગુજરાત રાજ્ય) આવે છે. જ્યાં-જ્યાં રાવત સમાજનાં લોકો વસે છે. ત્યાં તેઓની અચુક મુલાકાત લે છે. અને આપણા સમાજનાં સુવર્ણ ઇતિહાસની વાત યાદ કરાવે છે. આપણાં વડીલોના જણાવ્યા અનુસાર...
રાવત સામાજનાં બારોટ(વહીવંચા) ઘોડે-સવારી કરીને આપણાં સુધી આવતાં હતાં. અને તેઓ(વહીવંચા)ના પરિવારજનો પાસે આપણાં પુર્વજોનાં તાંબા-પિત્તળના પત્રો (તામ્રપત્રો) પર લખાયેલાં લેખ હાલમાં પણ મોજુદ અને સહી સલામત છે.
આપણી રાવત સમાજનાં સૌથી જુના અને જાણીતાં બારોટ પરિવાર માંનો એક પરિવાર હાલનાં પુનમાજી બારોટનો છે. તેમનાં વડીલ સ્વ. શ્રી લક્ષમણજી બારોટ પાસે આવાં ઘણા તામ્રપત્રોના લેખો હાલમાં મુજુદ છે. જે આપણી હાલની કહેવાતી સેનવા/સેનમા સમાજ અને આપણાં પુર્વજોની બ્રહ્મક્ષત્રિય રાવત સમાજની ખુટતી કડીઓનાં સેતુ સમાન છે. આપણાં પુર્વજો રાજસ્થાન છોડી ગુજરાત, મહારાસ્ટ્ર, છ્ત્તીસગઢ, આસામ, ઝારખંડ, ઉત્તરપ્રદેશ, મધ્ય પ્રદેશ, અને દિલ્હી જેવા રાજ્યોમાં કાયમી વસવાટ કરી સ્થાપિત થયેલ છે. જેઓની હાલમાં પણ મુળ જ્ઞાતિ ફક્ત રાવત જ છે. તેઓની પણ મુળ જન્મભુમી રાજસ્થાન હોવાને નાતે રાજસ્થાનનાં આપણી સમાજનાં બારોટ લોકો સમયાંતરે તેમની પાસે જઇ આપણા સમાજની ખમીરવંતી યશગાથા યાદ કરાવે છે.
રાવત સમાજનો ઐતિહાસિક અભ્યાસ કરતાં વિષયની ભૂમિકા સ્વરૂપે હાલનાં ગુજરાત રાજ્ય ખાતે વસવાટ કરતાં કહેવાતાં સેનવા/સેનમા (મુળ રાવતવંશી રાજપુત) સમાજ વિશેનાં પૌરાણિક ભાષાકિય લોકવાયકા, નૃવંશાસ્ત્રીય, રક્તકિય દંતકથાઓ, વાર્તાઓ અને ખાસ અગત્યનાં નંદનવંશી રાવત સમાજના બારોટ(વહીવંચા) ના કથા-કથનો, તેમની પાસેનાં આપણી રાવત સમાજને લગતાં સદીઓ જુના દસ્તાવેજી પુરાવાઓ, તામ્રપત્રો, અંગ્રેજી હુકુમતનાં કર્નલ ટોડ દ્વારા રાજસ્થાનનાં ઇતિહાસમાં જણાવાયેલ લડાયક કોમો અને બિજૌલીનાં વૃતાંતમાં રાવત-હાંડા વિશેની ભુતકાળની સામાજિક સંબંધોની ઐતિહાસિક માહિતી અને આવાતો કેટલાય પુરાવાઓ નો ઝીણવટ અને ઉંડાણ પુર્વક અભ્યાસ કરતાં આપણું મુળ ઉદ્ગગમ સ્થાન રાજસ્થાન છે, તે વાતમાં બે-મત નથી.
ગુજરાતમાં “રાવતને બદલે સેનમા” શબ્દની ઉત્પત્તિ
રાજસ્થાનથી ગુજરાતમાં આવી વસેલાં અને ઢેલડીનગર (હાલનું મોરબી શહેર) વસાવી રાજ કરતાં રાવત રણસિંહ એક ક્ષત્રિય રાવત હતાં. પરંતુ મહારાજા રાવત રણસીંહની એક ભુલનાં કારણે રાવત સમાજનાં લોકોને પોતાના રાજ્ય માંથી નીકળી સીમાડામાં રહેવાની અને ત્યાં જ વસવાટ કરવાની ફરજ પડી હતી. આમ, સમયાંતરે સીમમાં રહેતાં હોવાથી ગામઠી ભાષામાં “સીમના” શબ્દ રાવત જાતિનાં લોકોની ઓળખાણ સ્વરૂપે પ્રચલિત થઇ ગયો. અને ધીરે-ધીરે આપણી મુળ જ્ઞાતિની ઓળખ એવો “રાવત” શબ્દ વિસરાઇ ગયો. અગાઉના સમયમાં જ્યારે પણ કોઇ ગામ કે નગરમાં કોઇ પ્રસંગ હોય ત્યારે “પેલાં સીમનાઓ ને બોલાવજો” અથવા “સીમનાઓને નોતરૂ આપજો” એવી રીતે ટુંકાણમાં સમગ્ર જાતિને ઉદ્દેશીને બોલાવવાની ગામઠી રીતને લીધે “સીમના” શબ્દ એ આપણી જ્ઞાતિની ઓળખ બની ગયો. અને સમયની સાથે અલગ અલગ બોલીઓ અને ભાષાઓ થી ઉચ્ચારવામાં આવતાં આપણી નવી ઓળખ બની ગયેલાં “સીમના” શબ્દ કાળક્રમે અપભ્રંશ થતાં સીમના, સીનમા, સેનમા, સેનવા, ચીનવા, સેંધવા. સીંધવા વગેરે શબ્દોથી આપણી રાવતવંશી જાતિ ઓળખાવા લાગી.
હકીકત માં તો, આપણી જ્ઞાતિની મુળ ઓળખ રાવત જ હતી અને આજે પણ છે. એ બાબત હવે આપણે સ્વીકારવી રહી. અપભ્રંશ થતાં સીમના, સીનમા, સેનમા, સેનવા, વગેરે તો માત્ર ને માત્ર વ્યવહારૂ અને કામ ચલાઉ શબ્દો જ છે. રાવત રણસિંહના રાજ્ય ત્યાગ બાદ આપણા સમગ્ર જ્ઞાતિજનો એ સીમમાં વસવાટ કરેલો હતો. એ સમયે આપણા પુર્વજો પાસે જીવન નિર્વાહ માટેનાં કોઇજ ધંધા રોજગાર ન હોવાને કારણે આપણી સમાજનાં (મુળ રાવતવંશી) લોકો દરેક પ્રકારનાં નાના-નાના કામો કરવા મજબુર બન્યાં હતાં. તેની પાછળનું એકમાત્ર મુખ્ય કારણ એ હતું કે, રાવત સમાજનાં મહારાજા રાવત રણસિંહ નાં રાજ્ય ત્યાગ બાદ તે સમયની ક્ષત્રિય કોમોમાં ગણાંતી આપણી રાવત જ્ઞાતિની અન્ય ક્ષત્રિય જ્ઞાતિઓ દ્વારા ઉપેક્ષા કરવામાં આવી. અને આપણા મહારાજાની ભુલને આખા રાવત સમાજની ભૂલમાં ખપાવી સમગ્ર રાવત સમાજને દેશવટો આપી હાંકી કઢાયાં.
આપણી ક્ષત્રિય રાવત અન્ય પ્રદેશ(રાજસ્થાન)થી આવી અહીં પોતાનું સ્વતંત્ર નવું રાજ્ય બનાવી વસવાટ કર્યો વટ ભેર શાસન કર્યુ. એ બાબત સ્વયં સ્પષ્ટ કરે છે. તે સમયનાં ભુતકાળમાં રાવત સમાજનાં પુર્વજો કેવા સાહસી, નિડર, અને મિલનસાર હશે. ત્યારબાદ સીમના, સીનમા, સેનમા, સેનવા, વગેરે જેવા વ્યવહારૂ અને જ્ઞાતિસુચક શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અને આખરે આપણે ક્ષત્રિય રાવત માંથી સેનવા અને સેનમા જેવા ઉપજાઉ જ્ઞાતિના નામ સાથે આજનાં સમયમાં ઉપસ્થિત છીએ. ખરેખરમાં સેનવા કે સેનમા કે અન્ય વ્યવહારૂ શબ્દો જેવી કોઇ જ જ્ઞાતિઓ છે જ નહીં. આ શબ્દો તો માત્ર ને માત્ર અપભ્રંશ થયેલ શબ્દોથીએ વિશેષ કંઇ જ નથી. એ સર્વ સામાન્ય હકિકત હવે આપણી વચ્ચે છે. માટે હવેથી આપણી “ક્ષત્રિય રાવત સમાજ” માટે સેનવા કે સેનમા જેવા શબ્દ પ્રયોગો કે કઢંગા જાતિનામો આપણને મંજૂર ન જ હોવા જોઇએ. આવા ઉપજાઉ જ્ઞાતિસુચત શબ્દોનો ઉપયોગ બંધ કરીને ફક્તને ફક્ત આપણો મુળ જ્ઞાતિની ઓળખ સમો “રાવત” જ્ઞાતિ શબ્દનો જ આપણે ઉપયોગ કરવો જોઇએ.
સમગ્ર ભારત વર્ષમાં ગુજરાત રાજ્ય જ એક એવું રાજ્ય છે કે જ્યાં આપણી સમાજને બ્રહ્મક્ષત્રિય રાવતને બદલે સેનવા, સેનમા, ચેનમા, જેવાં અપભ્રંશી શબ્દોથી ઓળખાવવામાં આવે છે.
ઐતિહાસિક પુરાવા રૂપે
રાવત સમાજને લગતાં એક અદભુત પુરાવા રુપે ૧૮૫૯ નાં લંડનના ગેઝેટનાં પાના નંબર.: ૫૯(ઓગણ સાઇઠ) નાં ફકરાં નંબર : ૨(બે) મુજબા : તા. ૨૬મી માર્ચ ૧૮૨૫ નાં રોજ મહારાજા સ્વામીનારાયણ ભગવાન તે સમયે વડતાલમાં બીરાજમાન હતાં. ત્યારે મીઠાઇનાં પડીયા અને હારતોરા આપી સ્વામીનારાયણ મહારાજે છ હરિભક્તોને નડીયાદ ગોરા અંગ્રેજ અમલદાર બીશપ હેબર પાસે મોક્લ્યાં હતાં. બીશપ હેબરને મળનારાં આ છ હરિભક્તોમાં વાણીયા, રાવત, રાજપુત, કોળી, ઠાકોર અને મુસલમાન હતાં. આ બાબત એ વાતની પુષ્ટી કરે છે કે, રાવત કોમ ઇ.સ. ૧૮૨૫ ની સાલમાં પણ એક ઉચ્ચવર્ણનાં ક્ષત્રિય કોમ તરીકે મોજુદ હતી.


ભારતનાં ઇ.સ ૧૯૫૬ નાં બંધારણ રુપ કાયદો રાવત સમાજનાં ઇતિહાસ રૂપે
આ ઉપરાંત, ૨૫મી સપ્ટેમ્બર,૧૯૫૬ નાં રોજ ભારત સારકારશ્રી દ્વારા સમગ્ર ભારતનો નવો સુધારાયુક્ત “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ ઓર્ડર (સુધારો) એક્ટ, ૧૯૫૬” રજુ કરવામાં આવ્યો અને તેના એક્ટ નંબર : ૬૩ ની સમગ્ર ભારતની “અનુસૂચિત જાતિ અને પ્રજાતિની યાદીમાં પણ “PART III—BOMBAY” નાં ક્રમ નંબર : (૨૨) પાનાં નંબર : (૮૫૯) માં પણ (સેનવા, સેનમા, સેડમા અથવા રાવત) એમ સ્પષ્ટપણે દર્શાવવામાં આવ્યુ છે. આનો સીધો સાદો મતલબ એજ થાય છે કે, સેનવા/સેનમા/સેડમા એ જ્ઞાતિનાં લોકો રાવત જ છે.
http://www.helplinelaw.com/docs/THE%20SCHEDULED%20CASTES%20AND%20SCHEDULED%20TRIBES%20ORDERS%20%28AMENDMENT%29%20ACT,%201956
આ સીવાય સમગ્ર “અનુસૂચિત જાતિ અને અનુસૂચિત પ્રજાતિ ઓર્ડર (સુધારો) એક્ટ, ૧૯૫૬” માં ભારતભરની અન્ય કોઇપણ જ્ઞાતિ માટે (“OR”-અથવા) શબ્દનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. આ સંપૂર્ણ સાચી વાત છે. અને આ માહિતી આપ ઇન્ટરનેટનાં માધ્યમથી પણ જોઇ શકો છો.
ભારતના જાતિ વિષયક ઇ.સ. ૧૯૫૬નાં એક્ટનાં જાતિ વિષયક એક્ટમાં સ્પષ્ટપણે જણાઇ આવે છે. કે, હાલની આપણી સેનવા/સેનમા જ્ઞાતિ એજ મુળ રાવત જ્ઞાતિ છે આ સંદર્ભે જોતા ભુતકાળમાં સેનમા / સેનવા જ્ઞાતિનાં અસ્તિત્વને પણ ક્ષત્રિય રાવત સામાજની અવેજીમાં (Or-અથવામાં) દર્શાવવામાં આવેલી છે. આ એક્ટ બન્યો તે પહેલાં સેનવા કે સેનમા જ્ઞાતિનો ઇતિહાસમાં ક્યાંય ઉલ્લેખ નથી. પણ રાવત જ્ઞાતિ જરૂર ઇતિહાસના પન્ને કંડારાયેલી છે.
આમ, આપણી ક્ષત્રિય રાવત સમાજ ભારતવર્ષનાં ઐતિહાસિક પન્ને સુવર્ણ અક્ષરે કંડારાયેલી
“અજર-અમર ક્ષત્રિય રાવત સમાજ”
છે. એમાં જરાય શંકાને સ્થાન નથી. ગુજરાત રાજ્ય તથા સમગ્ર ભારત દેશમાં ફેલાયેલા આપણાં રાવત સમાજ માટે સૌને માન છે. અને હંમેશા રહેશે. બસ. કમી છે તો માત્ર એક જુથ થવાની તો ક્ષત્રિય રાવત મિત્રો આવો અને સૌ સાથે મળી આપણી સમાજને એક જુથ કરી સમાજને સમ્રુદ્ધ બનાવીએ...
સૌજન્ય : રાવતનું રજવાડું...


== External links ==
== External links ==

Revision as of 03:20, 8 March 2015

Ravat
CountryKyrgyzstan
ProvinceBatken Province
Elevation
1,658 m (5,440 ft)
Time zoneUTC +5

Ravat is a town in the Batken Province of Kyrgyzstan.

Nearby towns and villages include Shadymyr (7 miles) and Katran (9 miles).

References