Jump to content

User:Abhishekbarot1202

From Wikipedia, the free encyclopedia

વીર મેઘમાયા બલિદાનની ગાથામાં તુરી બારોટ સમાજનો ઇતિહાસ છુપાયેલો છે.પહેલાં ના સમયમાં બારોટ દેવ એક જ હતા પરંતુ રાજા સિધ્ધરાજ જયસિંહ ના આદેશથી દલિતોની વંશવાળી અને માતા ભવાની ની આરાધના માટે બારોટ સોપવામાં આવ્યાં અને તે બારોટ આજે તુરી બારોટ તરીકે ઓળખાય છે. અને તેનો સંપૂર્ણ ઇતિહાસ નીચે મુજબ જોવા મળે છે . પરંતુ ઇતિહાસકારો આની નોંધ લેતા નથી.

👇👇👇👇👇👇👇👇👇👇👇

ગુજરાત રાજ્યના માથે સોલંકી વંશની ધજા ફરકતી હતી . રાજા મુળરાજ સોલંકી ( જેને ગુજરાતનો નાથ કહેતા હતા ) , રાજા ભીમદેવ સોલંકી અને રાજા સિધ્ધરાજ સોલંકીનો યુગ હતો . સોલંકી વંશનો છઠ્ઠો ગાદીવારસ સિધ્ધરાજ સોલંકી હતો . આથી ગુજરાતના રાજવી તરીકે સિધ્ધરાજ જયસિંહ સોલંકી રાજ્ય શાસન ચલાવતા હતા . તેઓ બાંધકામના ભારે શોખીન હતા . તેમણે પોતાના દાદાના વખતથી અધુરું રહેલું ‘ રૂદ્રમહાલય ' ' નું બાંધકામ પૂર્ણ કરી ભારે પ્રસિધ્ધિ પ્રાપ્ત કરી હતી . સૌરાષ્ટ્રમાં પણ સિધ્ધરાજ સોલંકીએ ઠેરઠેર મંદિરો , પાણીની વાવો અને ગઢ બંધાવેલા હતા . આજે પણ તેના અવશેષો આણંદપુર , ચોબારી , ભાંડલા , વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે . સોલંકીના રાજ્યની રાજધાની પાટણ હતી . આથી સિધ્ધરાજ સોલંકી પાટણ નરેશ કહેવાતા હતા . પોતાના બાપ - દાદાના વખતની રાજધાની પાટણની રોનક બદલી નાખવા સુંદર બાંધકામો હાથ ધર્યા . તેમજ ગુજરાતની રેતાળ ધરતી ઉપર લોકોને પૂરતું પાણી મળી રહે તે માટે તળાવ બાંધવાનો નિર્ણય કર્યો , પરંતુ વર્ષો પહેલા દુર્લભરાજ ' ' નામના રાજાએ પાટણની જનતા માટે પાણીનું તળાવ ખોદાવેલું . લોકો આ તળાવને ‘ દુર્લભ સરોવર ' ' તરીકે ઓળખતા હતા . તળાવ સુકાઇ જવાથી તેને ફરી ખોદાવવા સિધ્ધરાજે માલદેવથી ઓડો , બનાસકાંઠા અને રાજસ્થાનના મજુરો બોલાવ્યા . આ મજુરોમાં સ્વરૂપવાન સ્ત્રી ‘ ‘ જસમા ઓડણ ' ' પણ હતી . આ જસમાને જોઇને સિધ્ધરાજ સોલંકી મોહી પડ્યા . જસમાને પોતાની રાણી બનાવવા અનેક વિનવણીઓ કરી , પરંતુ જસમાં સિધ્ધરાજની રાણી બનવા તૈયાર ન થયા . આથી સિધ્ધરાજે સૈનિકોને મોકલાવી . જસમાને તેમની સમક્ષ લઇ આવવા ફરમાન કર્યું . સૈનિકો જસમાને લઈને રાજા સમક્ષ હાજર થયા , પરંતુ જસમા ઓડણ ગુસ્સે થયેલી હતી . સિધ્ધરાજને સંભળાવ્યું ‘ મને તારા રાજ - પાટ - સિંહાસન - વૈભવનો મોહ નથી . મારા રાતા ચૂડલાની લાજ રાખવા મારા પ્રાણ ત્યજી દઈશ અને સાચે જ રાતા ચૂડલાની લાજ રાખવા સતિ ઓડણે સિધ્ધરાજને શાપ આપ્યો કે “ તારા દુર્લભ સરોવરમાં પાણી નહીં રહે અને તારા રાજ્યની જનતા પાણી વગર તરફડશે . ” આટલું બોલી તેની પાસે છુપાવેલી કટાર પોતાના પેટમાં ખોસી પ્રાણ ત્યજી દીધા . આમ સતિ જસમાના શાપથી સિધ્ધરાજ વ્યથિત હતા . સિધ્ધરાજ ભોળાનાથના ભકત આથી સૌરાષ્ટ્રની ધરતી ઉપર અનેક જગ્યાએ મહાદેવના મંદિરો બંધાવ્યા હતા . તેવી જ રીતે દુર્લભ સરોવર ખોદાવી ‘ ‘ સહસ્ત્રલિંગ ( ૧ ) એક હજાર લિંગ ધરાવતું પળ માઈલનાં ઘેરાવામાં તળાવ ખોદાવ્યું સાથે સિધ્ધનાથ મહાદેવનું મંદિર અને વચમાં મોટું ‘ રૂદ્રેશ્વર મહાદેવ ’ નું મંદિર અને ફરતે એક હજાર લિંગ ધરાવતું સહસ્ર લિંગ તળાવ બનાવરાવ્યું . આ મંદિર અને તળાવમાં દરરોજ સવાર સાંજ આરતી થાય ત્યારે સિધ્ધરાજ પોતે હાજર રહી આરતી સમયે એક દોરી ખેંચતા જ તળાવનાં સહસ્ર લિંગોની એક હજાર ઘંટડીઓ અવનવા મધૂર સ્વરમાં ગુંજી ઊઠતી અને સંપૂર્ણ વાતાવરણ મધૂર બની જતું , પરંતુ સતિ જસમાના શાપથી આ તળાવમાં પાણી ન રહ્યું . ફકત કાંકરા અને પથ્થરો જ ઊડે . લોકો પાણી વગર તરફડી મરવા લાગ્યા . આ શોપમાંથી મુક્ત થવા ઉપાય શોધવા રાજાએ રાજ્યમંત્રી મુંજાલને આદેશ આપ્યો . મંત્રી મુંજાલે અનેક રાજવીઓ , ધર્મગુરૂઓ , જ્યોતિષો , બ્રાહ્મણોનો દરબાર ભર્યો . પોથીઓ વંચાઈ અભ્યાસ કરી ઉપાય જણાવ્યો કે “ “ ધરતી માતા બત્રીસલક્ષણા જીવતાં નરનું બલિદાન માંગે છે . ' આ સાંભળી સર્વે સભાજનો સ્તબ્ધ થઇ ગયા . રાજાએ સભાજનો સમક્ષ બલિદાન આપવા હાંકલ કરી , પરંતુ સભાજનોના માથા નીચે ઝુકી ગયા . ત્યાર બાદ બલિદાનની હાંકલ કરવા સાત - સાત દિવસ નગરોમાં દાંડી પીટાવી . આમ છતાં બલિદાન આપવા કોઇ આગળ ન આવ્યું , કારણ કે સૌને પોતાનો જીવ વહાલો હતો . પાટણ નગર બહાર રહેતો ધોળકા ગામનો વતની “ વણકર ' ' જ્ઞાતિનો પુત્ર “ માયો ' ' તરસ્યા માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો . નાનપણમાં જ પિતા ધરમશીની છત્રછાયા ગુમાવી દાદાની છત્રછાયામાં મોટો થયેલો માતા ગંગાબાઇ ( ખેતીબાઇ ) નાં આશીર્વાદ લઇ , પોતાની ધર્મપત્ની હરખા ( મરઘાબાઈ ) ની રજા લઇ યજ્ઞની વેદીમાં હોમાવા તૈયાર થયો . ધોળકા ગામના સર્વે નગરજનો વાજતે ગાજતે માયાને સિધ્ધરાજનાં દરબારમાં લાવ્યા . દરબારમાં બેઠેલા રાજા - મહારાજા , બ્રાહ્મણો , નગરજનો “ મેઘમાયા ” જોઈને ઉભા થઈ ગયા અને બોલ્યા , “ આ મેઘમાયો તો વણકર જ્ઞાતિનો અછુત છે , તેનું બલિદાન ધરતી માતા નહીં સ્વીકારે ” આ સાંભળી રાજાએ જ્યોતિષ સામે જોયું . ઉપસ્થિત જ્યોતિષોએ માયા સામે જોયું અને સભામાં જણાવ્યું , ‘ મહારાજા બીજાના માટે પ્રાણ ન્યોછાવર કરનાર મેઘમાયો અછુત નથી એ તો બ્રાહ્મણોનો પણ બ્રાહ્મણ છે અને બત્રીસલક્ષણો વીર છે , માયાનું બલિદાન ધરતી માતા સ્વીકારશે જ ”

સિધ્ધરાજ રાજાએ મેઘમાયાને બલિદાન માટે પુછ્યું , માયાએ નિર્ભય , નિડર પરંતુ નમ્રતાથી જવાબ આપ્યો , ‘ અન્નદાતા , મહારાજ , મારા બલિદાનથી જો પ્રજાજનોને પાણી મળે તો મસ્તક હાજર છે , પરંતુ આપને નત મસ્તકે એક અરજ છે . ” રાજા બોલ્યા ‘ બોલ વીર માયા બોલ , સંકોચ રાખ્યા વગર બોલ . ” માયાએ શિશ ઝુકાવી અરજ કરી , “ મહારાજ ! અમારી જ્ઞાતિ ભારે અઘોગતિમાં છે , ગરીબ છે , અસ્પૃશ્યતાનું કલંક છે તે દૂર કરો , અમારા સમાજને જ્ઞાતિ બંધનો ( હિન્દુઓની જુની માન્યતા ) માંથી મુકત કરો , નગર વચ્ચે વાંસંગનું નિવાસ , આંગણે તુલસીનો ક્યારો , પીપળાનો છાંયડો , પહેરવા ઉત્તમ વસ્ત્રોની પરવાનગી , વેલ - વંશાવલી માટે વહિવંચા બારોટ સહિત માતા ભવાનીની આરાધના અને સમાન માનવીય અધિકારો આપો . ' ' આમ ભારતના ઈતિહાસમાં દલિત સમાજને સમાન અધિકાર અપાવનાર તેઓ પ્રથમ મહામાનવ હતા , પરંતુ ઇતિહાસકારો આની નોંધ લેતા નથી . રાજા સિધ્ધરાજે નગરજનો વચ્ચે માયાની વિનંતી સ્વીકારી અને તે પૂર્ણ કરવાનું વચન આપ્યું . વિક્રમ સવંત ૧૧૭૨ મહાસુદ સાતમને શુક્રવારે વહેલી સવારે ઢોલ , શરણાઇ ત્રાંસાની રમઝટ સાથે ભજનની ધૂન , નગરજનોનાં અબીલ , ગુલાલ અને પુષ્પવર્ષા સાથે બલિદાનની શોભાયાત્રા નિકળી , રાજા સિધ્ધરાજ , નગરશેઠ , બ્રાહ્મણો , જ્યોતિષો અને હજારો માનવ મેદનીના જય જય કાર સાથે સતી જસમાના શાપને મિટાવવા , તરસ્યા માનવીઓનાં જીવ બચાવવા , મંત્રોચ્ચાર સાથે સહસ્ર લિંગ તળાવમાં પગ મૂકતાવેંત જ આકાશમાંથી અમીછાંટણા થયા અને પાતાળમાંથી ધસમસતા વેગથી જળધારાઓ ફૂટી નીકળી અને પરોપકારી વીર મેઘમાયાએ જળ સમાધિ લીધી . આજે પણ પાટણમાં આ ઐતિહાસિક તળાવ મોજુદ છે . આમ લોક જીવનની રગેરગમાં વીર મેઘમાયાએ ચિરંજીવ સ્થાન પ્રાપ્ત કર્યું તે સંત શિરોમણી “ મેઘમાયા ” ને મેઘવાળ - વણકર સમાજ અતૂટ શ્રધ્ધાથી પૂજે છે . - વીર મેઘમાયાના બલિદાનની સત્ય ઘટના માટે પ્રમાણ ( પુરાવા ) નીચે પ્રમાણે સાદર છે . ૧ ) ગુજરાત રાજ્યના વડોદરા રાજ્યના રાજા ગાયકવાડના સમયનાં ‘ ‘ રાજમન્ડેલ ' ' નામના બંધારણીય ગ્રંથમાં વાલસિંહ નામનાં કવિની પંકિતઓ ( ઇ . સ . ૧૯૩૬ પ્રકાશિત થયેલ વડોદરા રાજ્યના ઇતિહાસના પૃષ્ઠ ક્રમાંક ૧૬૧ અને ૧૬૨ ઉપર લખેલ પ્રમાણે જસમાએ રાજા સિધ્ધરાજ સોલંકીને આપેલા શાપમાંથી મુક્તિ અપાવવા અને તરસ્યા માનવીઓનાં પ્રાણ બચાવવા ‘ મેઘમાયા ' ' એ બલિદાન આપ્યાનાં પુરાવા છે . ૨ ) વહિવંચા , ભાટ ચારણોના ચોપડે નોંધાયેલી વીર મેઘમાયાની વંશાવલી છે , જે ઇતિહાસનો અમુલ્ય દસ્તાવેજ પુરાવો ગણાય છે . ( દલિત સંઘર્ષ વિશેષાંક “ સમાજમિત્ર ” તા . ૧૪ / ૪ / ૨૦૩માં પ્રસિધ્ધ થયેલ વીર મેઘમાયાના ઇતિહાસ વિશે ડૉ . શ્રી દલપત શ્રીમાળીને પ્રાપ્ત થયેલ પુરાવાના આધારે ) વહિવંચા શ્રી રામાભાઈ નામાભાઈ બારોટના ચોપડામાં નોંધાયેલી વંશાવલી પ્રમાણે . . . . ગામ ધોળકાનો વતની શ્રી માયો , માતાનું નામઃ ખેતીબાઈ ( ગંગાબાઈ ) પિતાનું નામઃ ધરમશી પત્નિનું નામ મરઘાબાઈ ( હરખાબાઈ ) માયાનો પરિવાર : ચાર પુત્રો અને બે પુત્રીઓ . આ તેનો પરિવાર હતો . વહિવંચાઓના ચોપડે પ્રથમવાર નોંધાયેલ ‘ માયાવેલ ' ' વીર મેઘમાયાની શહાદતનું કાવ્ય જે બધા ગ્રંથોનો મૂળ આધાર ‘ ‘ માયાવેલ ' જ છે . તેમાં ૧૦૪ કાવ્ય પંક્તિઓમાં રચાયેલ માયાવેલની અંતિમ ચાર પંક્તિઓમાં રચનાકાર દ્વારા “ ૩૨ લક્ષણા વીર યશની વેદીમાં હોમાયો , માયો ' ' સરોવરમાં પાણી આવ્યું . આ બનાવની સાલ , માસ , તિથી નોંધવામાં આવેલી છે . જે કાવ્ય પક્તિઓ આપની જાણ માટે સાદર છે . સંવત અગિયારો ચોરાણુની સાલમાં , અજવાળી સાતમને માઘ માસે , અણહિલપુર પાટણે , હોમાયો માયો , સરવર છલકાણા લેંગ માથે ( ૧ ) ”