User:Urtaj2017
માહિતી
ઉતરાજ એ શિનોર તાલુકા, વડોદરા જિલ્લા, ગુજરાત રાજ્ય અને ભારત દેશ નું એક નાનું ગામ છે. આમ તો ઘણા ગામ ના નામ સરખા હોઈ આ ગામ ઉતરાજ બાવળીયા નામે ઓળખાય છે. ગામ ની પૂર્વે સાધલી, પચ્છિમએ ટીંગલોદ, ઉત્તરે તરવા અને દક્ષિણે રણાપુર, દિવેર ગામ આવેલ છે ગામ ના સીમાડા ટીમ્બરવા, સાધલી, દિવેર, રણાપુર, બાવળીયા તથા તરવા જેવા ગામો છે ગામ ની વસ્તી આશરે ૫૦૦૦ (પાંચ હજાર ) જેટલી હશે.ગામ માં હિન્દૂ તથા મુશલમાન ધર્મ ના લોકો વશે છે
ગામ માં હિન્દૂ તથા મુશલમાન ધર્મ ના લોકો વશે છે જેમાં હિન્દૂ ધર્મ ના લોકો માં પાટીદાર, બ્રાહ્મણ, સોની, પંચાલ, દરજી, નાઈ, કોળી, વસાવા, વણકર, પરમાર, પાટણવાડીયા,રોહિત, પ્રજાપતિ, ભંગી વગેરે અને મુશલમાન ધર્મ ના લોકોમાં રાઠોડ, મલેક અટક ના લોકો વસેલા છે. ગામ મુખ્યત્વે બસ સ્ટેન્ડ વાળું ફળિયું, પાટણવાડીયા ફળિયું, સ્વામિનારાયણ મંદિર વાળું ફળિયું,બ્રહ્મપોળ, ગરાશિયાવાડ, રામપોળ, ભુદરભૂલા ની ખડકી,નવી નગરી, પંચવટી, રતનપોળ, શક્તિપોલ, શ્રેયષપોળ વગેરે નાના નાના ફળીયા તથા ભાગો માં વહેચાયેલું છે. પણ એકતા અખંડિત છે.